September 19, 2023

Gujrat

  • ઇન્ડીયા નામ બદલીને ભારત
    on September 19, 2023 at 9:37 am

    ઉપર્યુકત વિષયને લઈને હમણાં દેશમાં ઘમસાણ મચ્યું છે. આજ સુધી દેશનું નામ ઇન્ડીયા બદલીને ભારત કરવા માટે કોઇને વિચાર સુધ્ધા આવ્યો નહોતો. તો એકાએક એવું શું બન્યું કે દેશનું નામ ઇન્ડીયા બદલીને ભારત કરવા માટે વિચારણા ચાલુ થઈ. તે માટે બે કારણો જવાબદાર લાગી રહ્યા છે. એક તો મોદીને હરાવવા જે ૨૬ પક્ષોનું ગઠબંધન રચાયું

  • વિસરાતા પાયાના પત્થર
    on September 19, 2023 at 9:26 am

    ક્રાન્તિવીરો અને શહીદોની કુરબાનીને સગવડિયા રાજકારણીઓ ભૂલાવી દઇ પોતાની જ આભાસી મહત્તા સ્થાપિત કરવા પ્રયત્નશીલ રહે છે. પહેલાના સપૂતોનાં સ્મૃતિચિહ્‌નો, સ્મારકોને પણ વિસરાવી દેવા તેઓ કાર્યરત રહે છે, નવાં નામાભિધાન અને પરિવર્તિત ઇતિહાસ લાદે છે. વષરોની સેવા પછી પ્રગટેલી સિધ્ધિના પોતે દાવેદાર બની જાય છે. ચૂંટણીનું રાજકારણ રમવા અને અમર થઇ જવાના ઇરાદે પ્રચાર ધમધમાવે

  • માર્ગ અકસ્માતો કયારે અટકશે?
    on September 19, 2023 at 9:24 am

    દેશમાં થતા માર્ગ અકસ્માતોના પ્રમાણમાં ઘણો વધારો થયો છ. સવારમાં છાપુ ખોલીએ તો રોજ 25-30 નિર્દોષ લોકો કાળનો કોળિયો બનતા હોવાના સમાચાર જોવા મળે છે. પરંતુ તે રોકવા સરકાર સ્હેજે ગંભીર હોવાનું લાગતું નથી. સાથે સાથે રાજય પણ બેદરકાર રહેવા માટે પ્રજા જેટલું જ જવાબદાર છે. વાહન ચાલકોના પક્ષો રાત્રિ પ્રવાસ દરમ્યાન આવતી ઉંઘ, નશો,

  • પુરગ્રસ્તોને સહાયરૂપ થવા ભરૂચના કલેક્ટર આવ્યા મેદાનમાં!, બોટમાં બેસીને ફૂડ વિતરણ ર્ક્યુ
    on September 19, 2023 at 9:16 am

    ભરૂચ: સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા નદીએ (Narmada River) ભારે તારાજી સર્જી છે. નર્મદા નદીના ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે માં રેવાએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે. હાલમાં નદીનું પાણી વડોદરા અને ભરૂચ (Bharuch) જિલ્લાના અનેક ગામોની સાથે જ ભરૂચ અને અંકલેશ્વરની અનેક સોસાયટીમાં ભરાઈ ગયા છે. અનેક સોસાયટીમાં

  • મામાનું ઘર કેટલે દીવા બળે તેટલે..!
    on September 19, 2023 at 9:01 am

    શૈલી એટલે મારી પોતાની જ વાઈફ..! (બીજાની વાઈફમાં ડોકિયાં કરવાની મને આદત નથી.) આમ તો વાઈફનું પૂરું નામ ‘સહસ્ત્ર કલાગુણધારીણી’પણ, બોલવા માટે ‘રનર’રાખવો પડે, એટલે શોર્ટમાં ‘શૈલી’થી સંબોધીને વાર્તા પૂરી કરી લઉં..! અનુકરણ કરવાની છૂટ છે..! સ્પષ્ટ ચોખવટ એટલા માટે કરી કે, જ્યાર થી ચંદ્રયાન-૩ ચંદ્ર ઉપર ઉતર્યું છે, ત્યારથી ‘શૈલી’માં પિયરનો પવન ભરપૂર ભરાય

  • શિક્ષણની અસમાન તકો આર્થિક સામાજિક અસમાનતાને વધુ તીવ્ર બનાવે છેશિક્ષણની અસમાન તકો આર્થિક સામાજિક અસમાનતાને વધુ તીવ્ર બનાવે છે
    on September 19, 2023 at 8:54 am

    શિક્ષણ જગત સતત નિસ્બત સાથે વિચારતા રહેવાનું ક્ષેત્ર છે અહી માત્ર માહિતી થી વિશ્લેષણ કરવું અધકચરું સાબિત થાય. શિક્ષણ જગતમાં એક તરફ પરીક્ષામાં થોડા ઓછા ટકા આવવાથી આપઘાત કરી લેતા યુવાનો છે જ્યારે બીજી તરફ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાના છેલ્લા દિવસ સુધી કોઈ તેયારી જ કરતા નથી. એક તરફ એવી શાળા કોલેજો છે જ્યાં વિદ્યાર્થી કે

  • ભરૂચમાં માનવીય લાપરવાહીના લીધે પૂર આવ્યું હોવાનો આક્ષેપ, મુખ્યમંત્રીને સીધી ફરિયાદ
    on September 19, 2023 at 8:50 am

    સુરત (Surat): સરદાર સરોવર ડેમમાંથી (SardarSarovarDam) મોટા જથ્થામાં પાણી છોડવામાં આવતા નર્મદા (Narmada) નદી છલકાઈ હતી, જેના પરિણામે ભરૂચ (Bharuch) પૂર (Flood) આવ્યું હતું. પૂરના પાણીના લીધે ભારે તબાહી સર્જાઈ છે. જાનમાલનું નુકસાન થયું છે. આ પૂર બાબતે એક સંસ્થાએ મોટો આક્ષેપ કર્યો છે. દરિયાઈ પર્યાવરણના રક્ષણ માટે કામ કરતી એક સંસ્થાએ ભરૂચમાં આવેલું પૂર

  • ઉકાઈ ડેમનો રૂંવાટા ઉભા કરી દેનારો વીડિયો, જુઓ આ રીતે છોડાયું લાખો ક્યુસેક પાણી
    on September 19, 2023 at 7:51 am

    સુરત (Surat): સુરત શહેરમાં પૂર (Flood) આવે તેવા સંજોગોનું ફરી એકવાર નિર્માણ થયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદ (HeavyRain) અને ડેમ ભરવાની તંત્રની લાલચને પગલે ઉકાઈ ડેમમાંથી (UkaiDam) રવિવારની મધરાત્રે 3.50 લાખ ક્યૂસેક પાણી છોડવાની ફરજ પડી હતી, જેના લીધે સુરત શહેર અને જિલ્લામાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહેતી થઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી

  • મોટા વરાછાના સિલવાસા ટ્વીન ટાવરમાં બાળકીને નિર્દયતાથી માર મારતી પાડોશી મહિલાનો વિડીયો વાઇરલ
    on September 19, 2023 at 7:04 am

    સુરત: મોટા વરાછાના સિલવાસા ટ્વીન ટાવરમાં બાળકીને નિર્દયતાથી માર મારતી મહિલાનો વિડીયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ કોમલ સોજીત્રા નામની મહિલાએ બાળકીને બેરહેમીથી માર મારી રહી હોવાનું સામે આવ્યું છે. આખી ઘટના સીસીટીવી માં થઈ કેદ થઈ જતા લોકોએ મહિલા ઓર ફટકાર વરસાવી રોષ વ્યકત કર્યો છે. જોકે બાળક ને

  • માંગરોલના આંકડોદ ગામમાં પશુ ચરાવવા ગયેલા બે બાળકો પર દીપડાનો હુમલો : એકનું મોત
    on September 19, 2023 at 6:34 am

    સુરત : માંગરોલના આંકડોદ ગામમાં પશુ ચરાવવા ગયેલા બે બાળ મિત્રો પર દીપડાએ હુમલો કરતા એકનું મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતા બાદ ગ્રામજનો ભેગા થયા હોવાનું અને વન વિભાગ ને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ આજ રોજ મંગળવારે સવારે લગભગ 10 વાગ્યાની આજુબાજુ બનેલી દીપડાના હુમલાની ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયનો